વિભાગ :- પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ
રજીસ્ટ્રેશન નંબર : 12005212
બી.કે.ન્યુઝ દૈનિક
અહેવાલ
બી.કે ન્યુઝ દૈનિક, મુદ્રણ, પ્રકાશન અને તંત્રી :- તપનભાઈ. પી જસવાલ
એડ્રેસ :- ડીસા નાની આખોલ, તાલુકો- ડીસા, જીલ્લો- બનાસકાંઠા 38 55 30
: 02744 226364
E-mail : bknewstapan@gmail.com
દૈનિકની શરૂયાત :- 15-08-2007
કોપી દિવસની :- 25000
બી.કે ન્યુઝ દૈનિક ની માહિતી માટે એકત્રિત કરેલા પ્રશ્નો:-
બી.કે ન્યુઝ દૈનિકના તંત્રી અને સહતંત્રી કોણ છે ?
બી.કે ન્યુઝ દૈનિકમાં કેટલાક કર્મચારીઓ કામ કરે છે ?
મુદ્રણ વિભાગમાં દૈનિકનું મુદ્રણ અહીં થાય છે કે કોઈ બીજી જગ્યાએ ?
બી.કે ન્યુઝ દૈનિક કેટલા સમયથી ચાલે છે ?
બી.કે ન્યુઝ કેવી રીતે ચાલુ કરવામાં આવ્યું હતું ?
બી.કે ન્યુઝ દૈનિકની કેટલી કોપીઓ બહાર પડે છે ?
બી.કે ન્યુઝ દૈનિક ની અંદર કેવા પ્રકારના સમાચારો કે લેખો છપાય છે ?
બી.કે ન્યુઝ દૈનિક ની અંદર કયા સમાચારોને પ્રાધાન્ય આપવામાં આવે છે ?
બીકે ન્યુઝ વદ દૈનિક ની અંદર મોટાભાગે હેડલાઈન ક્યાં સમાચારની હોય છે ?
સમાચાર પત્રનુ સર્ક્યુલેશન કઈ રીતે કરવામાં આવે છે ?
બી.કે ન્યુઝ દૈનિકને આટલા વર્ષોમાં દૈનિક ને કોઈ મુશ્કેલીઓ પડી છે કે જે ખાસ હોય ?
મોટાભાગે એડ કેવી રીતે હોય છે માટે કેટલી જગ્યા અનામત હોય છે ?
આ દૈનિકમાં એડ માટે માર્કેટિંગ કઈ રીતે કરવામાં આવે છે ?
આ બી કે ન્યુઝ દૈનિક આટલા વર્ષોથી સમાચાર પત્ર વિશ્વસનીય છે એનું કોઇ ખાસ કારણ ?
બી.કે ન્યુઝ દૈનિક એટલે બ્રોડ નોલેજ. બી.કે ન્યુઝ દૈનિક ના તંત્રી તપનભાઈ પી જસવાલ છે. હાલ બી.કે. ન્યુઝ દૈનિકમાં 12 કર્મચારી મુદ્રણ વિભાગમાં કામ કરે છે. બીકે ન્યુઝ દૈનિક નું પ્રકાશન ત્યાંજ થાય છે . બી.કે ન્યુઝ દૈનિકની જ્યારે શરૂયાત કરવામા આવી ત્યારે દૈનિક ની સાઈઝ ટેબલેટ સાઈઝ એક વર્ષ ચલાવવામાં આવી. જ્યારે જોવા જઈએ તો અત્યારે બીકે ન્યુઝ સૈનિકના આઠ પેજ ચાલે છે. બી.કે ન્યુઝ દૈનિકમાં જ્યારે તેની શરૂઆત કરવામાં આવી ત્યારે ખાલી કમ્પ્યુટર એકથી જ આ બીકે ન્યુઝ દૈનિક ચાલુ કરવામાં આવ્યું હતું અને ત્યારે બી.કે ન્યુઝ દૈનિકનું પ્રિન્ટિંગ પણ બહાર કરાવતા હતા. ત્યારે એક નાની ઓફિસથી ચાલુ કરવામાં આવ્યું હતું આ બીકે ન્યુઝ દૈનિક જ્યારે અત્યારે એક વિશાળ ઓફિસની અંદર બી.કે ન્યુઝ દૈનિક ચાલુ છે. અને પ્રિન્ટિંગ પણ ઓફિસની અંદર જ કરવામાં આવે છે. અત્યારે આ વિભાગ ની અંદર બાર કર્મચારીઓ કામ કરે છે અને એક દિવસની 25000 કોપી બહાર પાડે છે બીકે ન્યુઝ દૈનિક.
બી.કે ન્યુઝ દૈનિક ની અંદર સમાચારો સત્યઘટના, સમસ્યાઓ અને અન્ય વિકલ્પો સમાચારો છપાય છે લેખો જનતા અને કઈ શીખવા મળે અને કંઈક જાણવા મળે તેવા છપાય છે. સારા કવિઓ અને લેખકોના લેખો પણ બીકે ન્યુઝ દૈનિકમાં છપાય છે.
બી.કે ન્યુઝ દૈનિક ની અંદર પ્રથમ સમસ્યા અને ઘટનાઓને પહેલું પ્રાધાન્ય આપવામાં આવે છે.
બી.કે ન્યુઝ દૈનિક ની અંદર મોટાભાગે હેડલાઈન ની અંદર સમસ્યા કે કોઈ ઘટના હોય તેને લેવામાં આવે છે.
બી.કે ન્યુઝ દૈનિક નો સર્ક્યુલેશન નો પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલ ગાડી દ્વારા, એસ.ટી.ના પાર્સલ દ્વારા અને અમુક જગ્યાએ પોસ્ટ દ્વારા કરવામાં આવે છે.
બી.કે ન્યુઝ દૈનિક ની અંદર બાર કર્મચારી ઓફિસ વર્ક અને પ્રિન્ટિંગ મશીન પર પાંચ કર્મચારીઓ કામ કરે છે.
બી.કે ન્યુઝ દૈનિકના 2010 માં તંત્રી ઉપર કેસ થયો હતો. ત્યારે ઘણી મુશ્કેલીઓ પડી હતી અને તંત્રી સાચા અને નિર્દોષ હોવાથી છૂટી ગયા હતા. તે સમયે બી.કે ન્યુઝ દૈનિક પર ભારે અસર થઇ હતી.
બી.કે ન્યુઝ દૈનિક ની અંદર મોટાભાગે એડ કોમર્શિયલ કે દુકાનો, ગવર્મેન્ટ એડ પછી બેસણું, શ્રદ્ધાંજલિ ,જાહેર નિવિદા અન્ય એડ હોય છે.
એડ માટે 60% પેપર અનામત રાખી શકાય છે.
બી.કે ન્યુઝ દૈનિક કુલ 8 પેજનું પેપર છે.જેમાં પહેલું અને છેલ્લુ પાનું કલર પ્રિન્ટ હોય છે જ્યારે બાકીના અંદરના બ્લેક એન્ડ વાઈટ પેપર હોય છે.
ગવર્મેન્ટ એડ ફુલ પેજની લઇ શકાય છે અને એડ માટે માર્કેટિંગ વાઇઝ, જીલ્લા વાઈઝ માર્કેટિંગ માટે અને રિપોર્ટિંગ માટે અલગ અલગ જિલ્લા વાઈઝ તાલુકા વાઈઝ પ્રતિનિધિ નીમવામાં આવે છે.
જયારે બી.કે ન્યુઝ દૈનિકને 15 -8 -2007 થી ચાલુ કરવામાં આવ્યું હતું. અને બીકે ન્યુઝ પેપર ના તંત્રી વિરોધ પણ દૈનિક ની અંદર સમાચાર છાપામાં આવ્યા હતા. તેના કારણે બનાસકાંઠા જિલ્લામાં, પાટણ જિલ્લામાં અને ગાંધીનગર જિલ્લામાં આ બી.કે ન્યુઝ દૈનિક વિશ્વસનીય બન્યું છે.
પેપર બનાવવાની રીત
બી.કે ન્યુઝ દૈનિક ની અંદર સવારથી લઇને સાંજ સુધી પ્રતિનિધિઓ દ્વારા સમાચાર એકત્રિત કરવામાં આવે છે. અને આઠ પેજ તૈયાર થઈ ગયા પછી રાત્રે 10 વાગ્યા પછી પ્રિન્ટિંગ થાય છે. અને પ્રિન્ટિંગ થયા પછી ગામડા વાઈઝ તાલુકા વાઈઝ જીલ્લા વાઈઝ પાર્સલ તૈયાર કરવામાં આવે છે અને તેની ડિસ્પ્લે ગાડી, એસટી બસ દ્રારા પાર્શલ કરવામાં આવે છે અને જે શહેરોમાં કે ગામડાઓમાં દૈનિક મળતું ના હોય તે આ પોસ્ટ દ્વારા દરરોજ પહોંચતી કરવામાં આવે છે.
પેપર ની અંદર એક પેજ 40 ઇન હોય છે તેમાં ૬૦ ટકા એડ માટે કવર કરી શકાય છે.
No comments:
Post a Comment