Saturday, 12 June 2021

ઇન્ટરશીપ અહેવાલ : આજ કી બાત ન્યૂઝ ચેનલ, ગુજરાતી, ડીસા

નામ : ચૌહાણ પ્રવિણજી સરતાનજી  
રજીસ્ટ્રેશન નં : 12005212
તારીખ : 12/06/2021 
અભ્યાસ : અનુસ્નાતક પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન, 
ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ 
ઇન્ટરશીપ અહેવાલ

->. પ્રસ્તાવના :-

               કોઈપણ વિભાગના અથવા કોઈપણ કોલેજની અંદર જર્નાલિઝમનો અભ્યાસ કરી રહ્યા હોઈએ ત્યારે જેનું પ્રેક્ટિકલ જ્ઞાન લેવું આવશ્યક હોય છે કારણકે પત્રકાર એક એવી ફિલ્ડ છે કે જેના માટે અનુભવ અને આવડત અતિ મહત્વની વસ્તુ છે કારણ કે જ્યારે તમે તમારો અભ્યાસ પૂર્ણ કરી અને મીડિયાની અંદર પ્રવેશ કરો છો,નોકરી માટે, જોબ માટે જાઓ છો ત્યારે તમારો અનુભવ સૌથી વધારે કામ આવે છે.  કારણકે ઈન્ટરનેટમાં એ જોવા મળે છે કે જે આપણી સ્કૂલ કે કોલેજમાં ભણ્યા હોઈએ જ્યારે અમને પણ વિભાગમાંથી ગુજરાત વિદ્યાપીઠના જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનની વિભાગમાથી  અમને ઈન્ટરશિપ કરવા માટે કહેવામાં આવ્યું.  પરંતુ જ્યારે પરિસ્થિતિ એટલી ભયાનક હતી કે મીડિયાની અંદર ઈન્ટરશિપ લેવા જવું ભારે મુશ્કેલ હતું.  કારણકે અત્યારે કોઈ પણ મીડિયા હાઉસ તમને પ્રત્યક્ષ જ્ઞાન આપવા માટે તૈયાર નહોતો એટલે અમે ઘણી બધી જગ્યાએ વાત કરી અને પૂછ-પરછ કરી પણ બે-ત્રણ જગ્યાએ અમને ના પાડવામાં આવી કે અત્યારે સ્ટાફ સીમિત છે અને એમને પણ ઓછો કર્યો છે તો તમને કઈ રીતે લેવા ? આવી અનેક વાતો અમને મીડિયા હાઉસમાંથી જાણવા મળેલી.  ત્યાર પછી વિભાગમાં મેડમ દ્વારા પણ અમને માહિતી આપવામાં આવેલી કે જો તમે અત્યારે પ્રત્યક્ષ મીડિયા હાઉસ માં જઈને ઇન્ટરેસ્ટ ના મેળવી શકતા હો તો તમે કોરોના રીપોર્ટ બનાવી શકો છો. પણ મારે તો પ્રત્યક્ષ જ્ઞાન મેળવું હતું  એના માટે મારે બાઈક લઈને 35 મુસાફરી કરવી પડે તો એમને કરવા તૈયાર હતા ત્યારે અમારો સંપર્ક થયો ડીસા ની અંદર સ્થિત અને ઘણા વર્ષોથી કાર્યરત આજ કી બાત ન્યૂઝ ચેનલ ગુજરાતી.

->. આજ કી બાત ચેનલ સામાન્ય માહિતી :-

            છેલ્લા ઘણા વર્ષોથી વિસ્તારની અંદર એક વિશ્વસનીય સમાચારો સાથે સંકળાયેલી ચેનલ એટલે આજ કી બાત ન્યૂઝ ગુજરાતી અહીં અમને પ્રથમ તો આ ચેનલના માલિક છે જગદીશભાઈ રાજપૂત થરાદ તેઓ અન્ય બીજા પણ બિઝનેસ સાથે સંકળાયેલા છે ડીસાની અંદર પણ તેમનું બિઝનેસ આવેલો છે અને ન્યુઝ ચેનલ પણ ચાલે છે આજ કી બાત ન્યૂઝ ચેનલની અંદર 10 જેટલો સ્ટાફ કામ કરે છે અહીં સવારે એક ફાસ્ટ ટ્રે્ક બપોરે બુલેટિન જે 30 મીનીટનો હોય છે પછી ફરી બપોરે એક ફાસ્ટ ટ્રેક અને સાંજે live bulletin ચાલે છે. આજ કી બાત ચેનલ પીસીઆર હેડ મયુર સિંહ વાઘેલા છે. જ્યારે આજ કી બાત ન્યુઝ ચેનલનું મેનેજમેન્ટ ભાર્કેશભાઈ પટેલ કરે છે જ્યારે આજ કી બાત ન્યૂઝ ચેનલના એન્કર ની વાત કરવામાં આવે તો રાધિકા નાયક ,હિરલ ગોસ્વામી, ભરત દેસાઈ અને ભાવના સોલંકી કામ કરે છે. જ્યારે સ્ક્રિપ્ટ લખવા નું કામ અયુબ  પરમાર કરે છે. વીડિયો ગ્રાફર તરીકે પ્રકાશભાઇ કામ કરે છે ન્યૂઝ ચેનલના youtube ની અંદર ૧૧ હજારથી પણ વધારે સસ્ક્રાઇબ છે અને બુલેટિન, ફાસ્ટ ટ્રે્ક સિવાાય પણ દરરોજના લગભગ પંદરેક બ્રેકિંગ સમાચાર ચાલે છે .


->. સ્ટાફ માહિતી

હેડ જગદીશસિંહ રાજપૂત

સંચાલક ભાર્કેશભાઈ પટેલ

પીસીઆર :-

 હેડ મયુરસિંહ વાઘેલા


એન્કર :-

ભાવના સોલંકી
રાધિકા નાયક
હિરલ ગૌસ્વામી
ભરત દેસાઇ

વિડીયો એડિટર :-

રવિ ગૌસ્વામી
વિનય પ્રજાપતિ

સ્ક્રિપ રાઇટિંગ :-

અયુબ પરમાર 
રાકેશ

 કેમેરા મેન :-

પ્રકાસ જસલાણીયા

->. અમારી ચેનલ સાથે મિટિંગ

       ડીસામાં અમારા એક મિત્ર દ્વારા મને આજ કી બાત છે. જનરલનો અભિપ્રાય મળ્યો એટલે મેં આજ  બાત ન્યૂઝ ચેનલના હેડ જગદીશભાઈ રાજપૂતને કોલ કર્યો અને ઈન્ટરશિપ માટે વાત કરી. અમે 9 ફેબ્રુઆરીના રોજ મુલાકાત કરી અને ત્યારથી જ ઇન્ટર્નશીપ ચાલુ કરી. પ્રથમ તો અમને ખબર જ હતી કે એન્કર એડિટર અને સ્ક્રિપ્ટ રાઈટર કોને કહેવાય ? પછી અમે બીજા જ દિવસે મુલાકાતમાં સાહેબને મળ્યા ત્યારે સાહેબને ઇન્ટર્નશીપ માટે પરવાનગી આપી અને અમે ચેનલમાં જોડાયા હું અને વિમલ બંને સાથે જ ન્યુઝ ચેનલ માં જોડાયા અને મીટીંગમાં પણ સાથે જ આવ્યા હતા. પછી વાત કરવામાં આવે તો અમે મિટિંગ કરી.જો કે મેડમ કે વિભાગ દ્વારા અમને જાણ કરવામાં આવી ન હતી કે તમારે અત્યારે ઇન્ટર્નશીપ કરવાની છે એટલે અમે લગભગ વિભાગ દ્વારા ઇન્ટરેસ્ટ નો સમય આપવામાં આવ્યો હતો એની પહેલા બે મહિનાથી ઇન્ટર્નશીપ ચાલુ કરી દીધી તેને શીખવાનું ચાલુ કરી દીધું હતું.

->. અમારું પ્રથમ કામ:-

         જ્યારથી કામ ચાલુ કર્યું ત્યારે અમને આગળના 15 દિવસ ફક્ત સ્ક્રિપ્ટ લખવાનું કામ કરતા હતા.  અમને પંદર દિવસ સુધી અન્ય કોઈપણ કામ આપ્યા વગર લગાતાર અમે મેટર બનાવવાનું કામ ચાલુ રાખ્યું.  અને ઘણું બધું શીખી લીધું કારણકે આજ કી બાત ન્યૂઝમાં કામ કરતાં અયુબ પરમાર દ્વારા અમને સારી રીતે લખતા શીખવાડી દીધું.  જે પણ સ્ટોરી ન્યુઝ ચેનલમાં આવતી હતી જેમાંથી અમને દરરોજ અને બેથી ત્રણ સ્ટોરી એડિટ કરવા માટે અમને આપતા હતા.  અમે એને ખુબ જ સરસ રીતે કામ કરતાં એ સાંભળી રહ્યા હતા.  કામ કરવાની બહુ જ મજા આવી છે સાચી વાત છે અને આ ચેનલમાંથી બહુ મને શીખવા મળ્યું છે અને સૌથી પ્રથમ કામ આપી 15 દિવસ વખત લખવાનું જ કર્યું છે. ફક્ત લખવાનું કામ કર્યું છે હા બપોરે થોડો સમય મળતો તો અમે એન્કર તરીકે પ્રેક્ટિસ કરી દેતા પણ બહુ બધુ મને શીખવાડ્યું.


શિખ્યાની બાબત :- 

01.સ્ટોરી લખવી 
02.અંદર એડ કરવું 
03.નામ એડ કરવું 
04.બાઈટ એડ કરવી 
05. ટોપ બનાવવા 
06.હેડ લાઈન લખવી 
07.વિયો લખવો 

     જેવી ઘણી બાબતો અને પંદર દિવસની અંદર શીખી ગયા હતા એ પછી અમે બીજું કામ ચાલુ કર્યું.

->. એડિટિંગ:-

      બીજું કામ અમે અહીં એડિટિંગ નું ચાલુ કર્યું એડિટિંગ માં અમે 


01.ફાસ્ટ્રેક 
02.ફાસ્ટ્રેક એક્સપોર્ટ કરવું 
03.ફાસ્ટ્રેક એડિટ કરવું

     આ બધું મેન બાબતે અમે શીખી લીધી હતી વાત કરવામાં આવે તો ફાસ્ટની અંદર
 
01.ટોપબેન કઈ રીતે એડ કરવા ?
02.વિઝ્યુઅલ કેવી રીતે એડ કરવા ? 
03.કઈ રીતે લખાણની અંદર સેટ કરવું ?
04.ટોપ બેન અને વિઝ્યુલને કઈ રીતે એડજસ્ટ કરવા  ?
જેવી મહત્વની બાબતો શીખવી હતી.

       આજ કી ન્યુઝ ચેનલ અને તમામ પ્રકારનું શીખી લીધું વાત કરવામાં આવેલ બુલેટની તો અમને મયુર સિંહ વાઘેલા દ્વારા બુલેટીન એડીટ કરતાં શીખવાડી દીધું હતું એની અંદર નીચેની બાબતોનો સમાવેશ થાય છે.

01.ન્યુઝ કટીંગ 
02ન્યુઝ એડીટીંગ 
03.બાઈટ કટીંગ 
04.હેડલાઇન કટીંગ 

જેવા મહત્વના પ્રકરણો શીખી લીધા હતા. ઘણા બધા ફોર્મેટ આવે છે અને ઘણી બધી મેથડ આવે છે જે અમે ખૂબ જ સારી રીતે શીખી લીધી હતી.

->. બ્રેકીંગ :-

આજ કી બાતમાં દિવસના લગભગ પંદરથી વીસ જેટલા બ્રેકિંગ ચાલે છે તો જે પણ બ્રેકિંગ ન્યુઝ આવે છે તેને અમે સાંભળતા હતા.
મહત્વની બાબત
01.લખાણને કઈ રીતે કોપી કરવું ?
02.કઈ રીતે અપલોડ કરવી ?
 એ શીખ્યા હતા હવે વાત કરીએ બ્રેકિંગ માં ધ્યાનમાં લેવા જેવી મહત્વની બાબતની
 
 > લખાણની ગોપિકા લેંગ્વેજ માં કન્વર્ટ કરવું 
> આવેલા ફોટોને બ્રેકિંગ ફોર્મેટમાં એડ કરવા
> લખાણને કોપી કરો 
> આવેલા ન્યુઝ ફોટો ને ઈમ્પોર્ટ કરવા
> લખાણને બ્રેકિંગ ફોર્મેટ માં એડ કરવું 


જેવી મહત્વની બાબતો શીખવી હતી.


-> એન્કરિંગ :-

           અહી અમે લગભગ ૨૦ દિવસ પછી એન્કરિંગનું કામ ચાલુ કર્યું હતું. ચેનલમા અમને સૌથી વધારે મદદ કરી હોય તો મયુર સિંહ રાજપુત અને  ભાવના સોલંકી આ બંને અમને શીખવામાં ખૂબ જ મદદ કરી હતી. અને સારી રીતે શીખવાડ્યું હતું. મેં ફર્સ્ટ વાર ફાસ્ટ્રેક લીધું હતું જે ખૂબ જ સારું રહ્યો હતો મારો ફર્સ્ટ ટ્રાય જેટલા પણ સારા આવતા હતા એમના કરતી પણ સારો રહ્યો હતો.  આખી ન્યૂઝ ચેનલમાં અમે બુલેટિન પણ લેવાનું શરૂ કર્યું. બુલેટિનમાં આ લગભગ બાર જેટલી મેટર આવે છે જ્યારે તે બુલેટિન 30 મિનિટ જેટલું થાય છે એટલે અમને એન્કરિંગમાં તો ખૂબ જ સારો અનુભવ રહ્યો છે. અને મારી એક જ ઈચ્છા છે કે મારી એક સારો એન્કર અને સારો એડિટર થવું છે અને મોટી ચેનલમાં કામ કરવાની ઈચ્છા છે એટલે મેં મારો મોટા ભાગનો ભાર એડીટીંગ પર આપ્યો છે. મોટાભાગનું શીખવાનું કામ કર્યું છે.  જ્યારે પણ અમે ફ્રી થઈએ રેકોર્ડ રૂમમાં જઈ અને બુલેટિન અને ફાસ્ટ્રેક વાંચવાની પ્રેક્ટિસ કરવી. કારણકે એંકરીંગમાં સૌથી મહત્વની વાત તમારા વોઇસની છે અને તમારા વાંચનની છે.

એન્કરિંગમા ધ્યાનમાં લેવા જેવી મહત્વની બાબતો:- 

> તમારી બોલવાની છટા  
> સ્પષ્ટ વાંચન 
> જરૂરી સમય મર્યાદામાં વાંચન 
> શબ્દોનું સ્પષ્ટીકરણ 
> શબ્દોનું સ્પષ્ટ ઉચ્ચારણ
> કયા સમાચાર માં કઈ રીત નો અવાજ આપો તે
> સમાચાર પર તમારી પકડ 
> તમારા બોલવાની પદ્ધતિ
> જે તે પરિસ્થિતિને સમજવાની તાકાત 
> વિઝ્યુઅલ અને લખાણની સમજણ 

આ મહત્વની બાબતો ધ્યાનમાં લેવા જેવી છે. જે શરીરમાં ખૂબ જ મહત્વની છે. આના વગર એન્કરિંગનું મહત્વ રહેતું નથી.



->. સ્ટુડીયાની બહાર નો અનુભવ :-



            આજ કી બાત ન્યૂઝ ચેનલમાં જ્યારે અમે ઇન્ટર્નશીપની પ્રેક્ટિસ ચાલુ કરી ત્યારે ડીસાની અંદર જ નહીં પણ  આખા રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલતી હતી.  કોરોનાનો સમય હતો છતાં પણ ચૂંટણી યોજવામાં આવી હતી.  એટલે આ સમય દરમિયાન અમે ડીસાના દરેક વોર્ડની અંદર જઈ અને તેમની સમસ્યાના નિરાકરણ માટે અહેવાલ બનાવ્યા હતા. અને ન્યૂઝ ચેનલમાં તેને ચલાવ્યા હતા. જેથી કોઈ પણ નેતા કે કોર્ટે ચૂંટણી લડવા માંગે છે. જે લોકોની સમસ્યાને સમજી શકે અને તેને નિરાકરણ લાવી શકે એટલા માટે અમે વોર્ડમાંથી અને લોકોની મુલાકાત કરી હતી.  જોકે અમે એવા પહેલા વ્યક્તિ છીએ કે જેવો ઇન્ટરનશીપમાં જ ફિલ્ડમાં ગયા હોય અમે ત્યાં એન્કરિંગ પણ કર્યું હતું. અને વિડીયો શુટીંગ લીધું હતું અને બીજાની બહારએ જાણવા મળ્યું કે તમે બીજાની બહાર પણ કઈ રીતે કામ કરી શકો છો ? તમારે શું બાબતો ધ્યાનમાં રાખવી પડે ? કે દરેક બાબતો અમને વિભાગ દ્વારા શીખવામાં આવી હતી.


->. વિડીયો શુટીંગ :-

         જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલતી હતી ત્યારે અમે જે  સમસ્યાઓના નિરાકરણ માટે જતા હતા. ત્યાં પ્રકાશ જસલાણીયા સાથે અમને વિડીયો શુટીંગની માહિતી મળી હતી. 


01.વિડીયો શુટીંગ 

02.કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી 

03.ક્યારે કેમેરાને stop કરવો 

04 .ક્યારે ચોપાલ લેવો 

05.ક્યારે P to C લેવું 

06. 1 to 2 

જેવી મહત્વની બાબતો શીખી હતી. 

->. આજ કી બાત ન્યુઝ ચેનલ નો અનુભવ -:

    આ ચેનલમ માંથી ઘણી બધી એવી બાબતો શીખવા મળી તે અમે જાણતા ન હતા. અમારા ધ્યાનનમાં હતું જ નહીં. એટલે મતલબ અમે જે પણ શીખ્યા છીએ જે પણ કંઈ પામ્યા છીએ જે પણ જ્ઞાન મેળવ્યું છે. તેમાં આજ કી બાત ન્યૂઝ ચેનલનો સૌથી વધારે ભાગ છે. અને સૌથી વધારે એમનો આભાર છે કારણ કે મયુર સિંહ રાજપૂત, દ્વારા અમને ખૂબ જ એક મિત્રતાના નાતે શીખવાડ્યું છે. અમને જ્ઞાન આપ્યું છે.કારણ કે એ લોકો અમારા સિનિયર હતા છતાં પણ સિનિયોરીટી રાખ્યા વિના એક મિત્રની જેમ અમને સીખવાયું છે. આજ કી બાત ચેનલનો તેના સ્ટાફને તેના માલિકને તેના વ્યવસ્થાપકનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ. કે અમને આટલા  લાંબા સમય સુધી ઈન્ટરશિપ માટે સમય આપ્યો અને અમને મદદ કરી.

->. આજકી બાત ન્યૂઝ ચેનલમાં મારુ કામ :-

બ્રેકિંગ 50 

ફાસ્ટટ્રેક 45 

બુલેટિન 12 

સ્પેશિયલ પ્રોગ્રામ 3 
 
->. સમાપન :-
           
     આ  વિભાગ દ્વારા ચેનલ દ્વારા ઘણી બધી બાબતો જેવી કે  એડિટિંગ, એન્કરીંગ, સ્ક્રીપ્ટ રાઈટીંગ, વિડીયો શુટીંગ અને સ્પેશ્યલ સ્ટોરી સીખવા મળી હતી. જેનો અમને ખૂબ જ આનંદ છે. આ દરેક બાબતો અમને સારી રીતે શીખવા મળી છે અને અમે સારી રીતે ધ્યાન પૂર્વક સીખી હતી. આજ કી બાત ન્યૂઝ ચેનલમાં કામ કરવાની ખૂબ જ મજા આવી છે. અને ઘણું ઉપયોગી કામ શીખ્યા છીએ જે ભવિષ્યમાં અમને ખૂબ જ ઉપયોગી થવાનું છે. અને અમે આજ કી બાત ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને આ રીતનું અને સુંદર શીખવાડ્યું.ઘણી રીતે મદદ કરી છે અને ઘણું બધું શીખવાડ્યું છે કે જેનાથી અમે અજાણતા અને ના સમજતા તેવી દરેક બાબતોને શીખવાડી અને બીજી મહત્વની વાત એ કે ચેનલ દ્વારા ઇન્ટર્નશિપ દરમિયાન પૈસા પણ આપ્યા. અમારું આવવા જવાનું જે ભાડું થાય છે તો અમને ભાડાના પૈસા થતા હોય તે ભાડું પણ અમને આજ કી બાત ન્યૂઝ ચેનલના સાહેબશ્રી આપ્યું છે એટલે એમનો દરેક રીતે અમે આભાર માનીએ છીએ.


No comments:

Post a Comment

સમૂહ પ્રત્યાયના માધ્યમ તરીકે ચલચિત્ર

ચૌહાણ પ્રવિણજી સરતાનજી  સમૂહ પ્રત્યાયના માધ્યમ તરીકે ચલચિત્ર પ્રસ્તાવના :-           એક જમાનો એવો હતો જ્યારે પ્રચાર અને પ્રસાર માધ્યમોમાં ફ...