Friday, 23 July 2021

સમૂહ પ્રત્યાયના માધ્યમ તરીકે ચલચિત્ર

ચૌહાણ પ્રવિણજી સરતાનજી 

સમૂહ પ્રત્યાયના માધ્યમ તરીકે ચલચિત્ર

પ્રસ્તાવના :-

          એક જમાનો એવો હતો જ્યારે પ્રચાર અને પ્રસાર માધ્યમોમાં ફિલ્મનું સ્થાન ઘણું ઊંચું હતું એક સાથે અસંખ્ય લોકો સુધી પહોંચવામાં ફિલ્મની અસરકારકતા બેમિસાલ ગણાતી વર્તમાનમાં પણ ચલચિત્ર પ્રબળ માધ્યમ છે.પણ વિડિયો ના આગમન પછી ફિલ્મના નિર્માણ ને ઘેરી અસર પહોંચી છે થિયેટરમાં જનાર વર્ગ ઘરે બેઠા મનોરંજન માણતો થયો છે પણ તેમ છતાં કેટલીક ફિલ્મો થિયેટરમાં જોવાનું વધુ પસંદ કરે છે વિડીયો કરતા ફિલ્મની ગુણવત્તા ઘણી ઊંચી હોય છે સમૂહ માધ્યમ તરીકે ફિલ્મનો સમાજના લોકોને સમાજ રાષ્ટ્રના હિતમાં વિચાર કરતાં પ્રેરવા તથા જ્ઞાન ,માહિતી અને શિક્ષણ આપી તેઓને વિકાસના કાર્યોમાં સહભાગી બનાવી નવી રીતે વિચાર કરવાનો છે એટલે એની ભૂમિકા માત્ર પ્રેરક જ નહીં પણ લોકોને પ્રોત્સાહિત કરવાની પણ છે તથા તેઓને સામાજીક, સાંસ્કૃતિક અને આર્થિક રીતે દૃઢ કરી ચેતના જગાવવાની છે ચલચિત્ર ના વિકાસમાં વિશ્વમાં ત્રીજુ સ્થાન છે સાંપ્રત સમાજમાં સામાજીકરણ ની એજન્સી તરીકે ફિલ્મ માધ્યમોએ એક આગામી ભૂમિકા ઊભી કરી છે સમૂહ માધ્યમોમાં મુદ્રિત માધ્યમો જેવા કે છાપા, મેગેઝીન, પુસ્તકો અને વિજાણુ સમૂહ માધ્યમોમાં સિનેમા, રેડિયો-ટીવી, ઈન્ટરનેટ વગરનો સમાવેશ થાય છે.

સમૂહ માધ્યમો નો અર્થ :-

         સમૂહ માધ્યમ કે માસ મીડિયા ની ચર્ચામાં માસ એટલે શું એ પ્રથમ સમજવું જોઈએ સમૂહ શબ્દ વાચકે શ્રોતાઓના વિશાળ વર્ગના અર્થમાં પ્રયોજાય છે સામૂહિક પણું દર્શાવવાનો ધ્યેય છે એવો સમૂહ અહીં અભિપ્રેત થાય છે oxford ના શબ્દકોશમાં દર્શાવવામાં આવ્યું છે તેમ સમૂહ એટલે એવી સરેરાશ જેમાં વ્યક્તિનું વ્યક્તિત્વ પણું લોપાય છે ન્યુમર જૂથ તોડવું અને લોક સમૂહ નો ખ્યાલ સમજાવી ને બધા વચ્ચે ભેદ સમજાવે છે નાના જૂથના સભ્યો એકમેક ને જાણે છે અને મોટાભાગે એક સરખા વિચારો અને મૂલ્ય ધરાવતા હોય છે એનું સ્વરૂપ સ્થાપી છે તે વારંવાર મળે છે જ્યારે ટોળામાં આવી વૈચારિક એકતા ભાગ્યે જ છે તેનું સ્વરૂપ તત્કાલીન અને ઘણી હોય છે એટલે સરખા હેતુસર મળતું નથી લોકસમૂહ વ્યાપક શબ્દ છે જે દૂર સુધી ફેલાય છે ઘણી વાર રાજકીય કે સામાજિક પરિવર્તન માટે જ ન ઊભો થાય છે.જાહેરખબરની દુનિયા ની પણ મોટી સંખ્યામાં ફેલાયેલા ગ્રાહકોને માં જ કન્ઝ્યુમર તરીકે ઓળખવામાં આવે છે.

સમૂહ માધ્યમ ની વ્યાખ્યા :-

      સમૂહ માધ્યમ ની ઓળખ આપીને તેની વ્યાખ્યા આપવાના કેટલાક પ્રયાસ થાય છે સમુહમાધ્યમ ની વ્યાખ્યા આપવી મુશ્કેલ બને છે કારણ કે દરેક માધ્યમની ટેકનોલોજી ભિન્ન ભિન્ન હોય છે સમાજમાં દરેક માધ્યમોનો પ્રભાવ જુદો હોય છે. Mass communication has frequently been characterized yes the process of delivering a signal identical message to go large heterogeneous unseen audience in different locations conveying these message are termed the mass media

      આવા ક્યા સમૂહ માધ્યમો ના કેટલાક લક્ષણો સ્પષ્ટ કરે છે એકતા આમાં એક વિશિષ્ટ સંદેશ એક જ સમયે જુદા જુદા સ્થળે રહેતા વિશાળ અને ભિન્નતા ધરાવતા લોકોને આપવામાં આવે છે આ સંદેશો પહોંચાડવા ની પ્રક્રિયા ને સમૂહ પ્રત્યાયન કહેવાય છે - મેલ્વિન દફ્લો

ચલચિત્ર નો સામાન્ય અર્થ :-

       ચલચિત્ર નો સામાન્ય અર્થ આપણે આ રીતે લઈ શકીએ કે ચલ ચાલતું મતલબ કે ચાલતો ચાલતો ચિત્ર દ્રશ્ય ચિત્ર એવો અર્થ થાય છે એટલે કે હાલતું ચાલતું ચિત્ર એટલે ચલચિત્ર તરીકે ઓળખાય છે આ મુજબ સામાન્ય અર્થ આપણે લઈએ છીએ.

આધુનિક માધ્યમ તરીકે ચલચિત્ર :-

       ચલચિત્ર માનવીની ઊંડી અનુભૂતિ અને સંવેદનાઓ માટેનું આધુનિક માધ્યમ છે તેમાં લખાણ દ્રશ્ય કલ્પના મંચ નિર્દેશન સર્જનની સાથે પ્રકાશ વિમલ ઇલેક્ટ્રોનિક કાર્બનિક અને ભૌતિક રસાયણ વિજ્ઞાનના પ્રયોગ નું યોગદાન છે આ સર્જનાત્મક અને યાંત્રિક પ્રતિભાનું અદભૂત સંગમ છે તેથી લોકો આકર્ષાય છે આજે આ માધ્યમની પ્રચલિત આ ધરતી જાય છે તેનું કારણ આજે સીડી-ડીવીડી ઇન્ટરનેટ આવવાથી લોકો ખેતરમાં જવાનું ટાળે છે અને ઘરે ફિલ્મ લાવી પણ લોકોમાં મનોરંજન માણે છે.


અન્યાય શોષણ અને અત્યાચારનો વિરોધ :-

          આઝાદી પહેલા સન ૧૯૪૨ ૪૩મા બની એક ફિલ્મ નયા સંસારની એક ગતિની કડી યુવાનોની સ્વતંત્રતાની ભાગીદારી દરમિયાન સમાવેશ થઈ ગઈ હતી આ ફિલ્મની કહાની તે અને અત્યાચારના વિરોધમાં બની હતી જે અન્ય શોષણ સમાચાર ના માધ્યમથી સંઘર્ષ કરી હતી ફિલ્મમાં એક કલ્પના હતી કે વિશ્વનું નિર્માણ કરવું જોઈએ ફિલ્મના આ શબ્દ આઝાદીની ઝંખના વાળા આ યુવાનોની નસોમાં લોહી લાવા બની ગયું.

       આમ ઘણી બધી એવી ફિલ્મ બની છે જે પ્રજાને પ્રેરકબળ પુરું પાડ્યું છે આ ફિલ્મની એક તાકાત છે જે લોકો સુધી સીધો સંદેશો પહોંચાડવામાં ખૂબ જ સાર્થક નીવડે છે આમ સમૂહ માધ્યમ તરીકે ચલચિત્ર નો પ્રભાવ ખૂબ પડ્યો છે આવા ચલચિત્ર ના માધ્યમથી લોકો અન્યાય શોષણ અત્યાચારનો વિરોધ કરતા થયા છે આ ચલચિત્ર ની સિદ્ધિ ગણાવી શકાય.

જનજાગૃતિ :-

        સ્વાતંત્ર સંગ્રામ થી લઇ ને આજ સુધી ચલચિત્રોની ભૂમિકામાં જનજાગૃતિ પ્રયાસ થયા છે જન જાગૃતિના માધ્યમ તરીકે સ્વીકાર્યું છે ચિત્ર ના માધ્યમથી કોઈ સમસ્યાને એવી રીતે પ્રસ્તુત કરવામાં આવે છે ફિલ્મોએ રાષ્ટ્રીય એકતા સ્ત્રી જાગૃતિ પ્રેરણા જ્ઞાન હરિજન બંધુ ધાર સ્પષ્ટ થતા અન્યાય શોષણ અત્યાચારથી લઇ રાજકીય ભાષા ભાઈ તારા જેવી રાષ્ટ્રીય હિતમાં લોકોના મત ને આંદોલન માટે પ્રેરણારૂપ બની છે અને લોકોને જાગૃત કર્યા છે.

મનોરંજન તરીકે :-

            ફિલ્મનો એક ઉદ્દેશ મનોરંજન રહ્યો છે સમૂહ માધ્યમ તરીકે ચલચિત્ર અને લોકોને મનોરંજન આપી ખૂબ પ્રેરણારૂપ બની છે જેને માણસ ઘણા બધા કાર્યો કરીને થાકી ગયા છે ત્યારે જો તેને હળવા થવા મનોરંજન મળી જાય તો તેને કામ કર્યા વિના થાક માં રાહતનો અનુભવ થાય છે આથી જો સારા ફિલ્મ જોવામાં આવે તો મન પ્રફુલ્લિત થઇ જાય છે જે ફિલ્મમાં હોય તે ફિલ્મ જોવાથી આપનો તણાવમાં રાહત અનુભવાય છે અને આપણે ખુશ મિજાજ માં રહીએ છીએ.

          વર્તમાન સમયમાં મનોરંજન ઘણા સાધનો ઉપલબ્ધ હોવાથી ચલચિત્ર પ્રત્યે ઓછો લગાવ જોવા મળે છે આ જ પ્રમાણે મોબાઈલ કમ્પ્યુટર ઇન્ટરનેટ નો જમાનો છે એટલે બધા સાધનો આવી ગયા છેજ્યારે વ્યક્તિ ઇચ્છે ત્યારે મનોરંજન હાજર હોય છે ક્યારેક શોધવા જવું નથી પડતું છતાં આપણે જુના ફિલ્મ જોઈએ જ આનંદની પ્રાપ્તિ થાય તેવી પ્રાપ્તિ આધુનિક સાધનોથી નથી મળતી અને તે આપણા શરીર માટે તેમજ આપણા તણાવ ઘટાડવા ને બદલે વધારો જોવા મળે છે.

સંદેશાવાહક તરીકે :-

          કોઈપણ ફિલ્મ બનાવવામાં આવે છે ત્યારે તેની પાછળ એક સંદેશ છુપાયેલો હોય છે એટલે ફિલ્મ સંદેશો આપવાનું કામ કરે છે તે દર્શકો પર છોડી દે છે દર્શકો વિવરણાત્મક ફિલ્મ વધારે પસંદ કરે છે એક જમાનો હતો આપણે ત્યાં ડો રાજકોટની સતી અમર કહાની શહીદ પડોશી સંત સરોવર અંદર મોગલે આઝમ આવારા મધર ઇન્ડિયા shree 420 જેવી ફિલ્મો બની હતી આ ફિલ્મોમાં પોતાની વાત સીધાસાદા ઢંગના કહેવાની સાથે એક સંદેશ પણ છુપાયેલો હોય છે તે સંદેશ સામાન્ય દર્શક પણ ગ્રહણ કરી શકે છે કારણ કે ચલચિત્રમાં ચિત્ર ના રૂપમાં હોય છે જે અભણ વ્યક્તિ પણ જોઈ કલ્પના કે વિચાર કરી શકે એટલે આ માધ્યમથી કોઈપણ સંદેશ પકડવાનું કામ જ છે અને જેને સહેલાઈથી પહોંચાડી શકાય છે.

        ફિલ્મ વર્તમાન સમયમાં સર્વથા લોકપ્રિય અને શક્તિશાળી સમુહમાધ્યમ છે જેમ કે કેન્સર ના વિરોધમાં સુનિશ્ચિત દ્વારા બનાવેલી ફિલ્મ દર્દ કા રિસ્તા પણ શક્તિશાળી ઉદાહરણ છે દેશમાં છેવાડામાં છેવાડા સુધી અન્ય માધ્યમો ઓછી નથી શકતા ત્યાં ફિલ્મ માધ્યમ પહોંચી શકે છે

      જેમકે 2012 નામની ફિલ્મ ભવિષ્યની પરિસ્થિતિ અંગે બની છે 2012માં પૃથ્વી શું થશે એવું દર્શાવીને લોકો સુધી સંદેશો પહોંચાડવા નું કાર્ય ફિલ્મ કરે છે જેથી લોકો સતર્ક રહે છે તે ભવિષ્યવાણી ખોટી પણ પડે પણ એક સંદેશ આપી શકાય તથા જરૂરી છે આ ફિલ્મ એક્શન જેક્શનના વાહન તરીકે કાર્ય કરે છે.


ચલચિત્ર અને રાજકારણ :-

          દક્ષિણ ભારતમાં કેટલાક પ્રદેશોમાં આ નિર્ણય કરવો કઠિન છે કે લોકજીવનમાં કોનું વધારે મહત્વ છે રાજનીતિ કે ફિલ્મોનું રાજકારણ કામ ફિલ્મ વગર નથી ચાલતું અને ફિલ્મોને રાજનીતિ વગર નથી ચાલતું આ ફિલ્મોએ રાજકારણને કરી લીધું છે દાખલા તરીકે સુનીલ દત્ત પોતાની લોકપ્રિયતાને કારણે વિપક્ષના નેતા રામ જેઠમલાણીને હરાવ્યા હતા આ તો એક ઉદાહરણ છે આતો ફિલ્મ જગતમાં અનેક ઉદાહરણ જોવા મળે છે ફિલ્મોમાં પોતાના પરફોર્મન્સના કારણે તે લોકોના હૃદયમાં સ્થાન મેળવે છે અને જ્યારે તે રાજકારણમાં ઝંપલાવે તો તેના ચાહકો તેની તરફેણ હોવાથી તે ચૂંટણી લડે તો જીતવાની શક્યતા ઘણી વધી જાય છે.

         આમ કેટલાક ફિલ્મી કલાકારો જેવા કે સિંહા હેમામાલીની ગોવિંદા બિન હો વિનોદ ખન્ના જયલલિતા જેવા જુદા જુદા રાજકીય પક્ષોના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઊભા રહ્યા છે અને મહદ અંશે તેઓ વિજયી થયા તેનું પાછળનું મુખ્ય કારણ ફિલ્મ છે આમ દેશની સરકાર પ્રક્રિયામાં પણ ફિલ્મ કેટલી અસરકારક આપે છે પ્રજા પોતાના પ્રિય ફિલ્મ કલાકાર ને મત આપે છે ભલે તે ઉમેદવાર તરીકે આરોગ્ય હોય રાજકીય ક્ષેત્રે પ્રસ્તુત કરતી ઘણી ફિલ્મો આવી છે તેવા મુખ્ય નાટક ફિલ્મ એ વ્યક્તિને લોકપ્રિયતા વધારવા મહત્વની ભૂમિકા ભજવે છે.

ફેશન પર પ્રભાવ :-

           ફિલ્મ અને ફેશનનો સંબંધ જેટલો ધીમો જૂનો છે તેટલો ઊંઘી અને બોલતી ફિલ્મોનો છે ફિલ્મ કલાકારો નવી નવી ફેશન અપનાવીને જ માણસને પ્રભાવિત કર્યો છે ત્રીજા દશકમાં દેવિકારાણી ની સાદી સાથે ટાંકેલી ની ફેશન આજે પણ પારસી સમાજમાં લોકપ્રિય છે.

          ફિલ્મના અભિનેતા અભિનેત્રી વસ્ત્ર મેકઅપ વગેરેની અસર દરેક માનવી ઉપર પડ્યા રહેતી નથી. તે માટે આજના યુવા વર્ગ પર ખાસ અસર ઉપજાવે છે તેની અસર ની હદ નક્કી કરવી મુશ્કેલ બની જાય છે. જેમ કે પહેલાં તેરેનામ નામની સલમાન ખાન અભિનેતા તરીકે રોલ ભજવે છે. અને તેમાં યુવાવર્ગને દ્રશ્ય જે આકર્ષાય છે તેમાં સલમાનની કોલેજથી અને ખાસ વિશેષતા એ છે કે તે જે વાળની તેની હેર સ્ટાઈલને ખૂબ અસર જોવા મળે છે. એટલે એની ખરાબ અસર થઈ કે ઉપર પ્રતિબંધ લગાવ્યો આમ ચલચિત્ર દ્વારા લોકો નવી નવી ફેશન અપનાવતા થયા છે. સારી ફેશન હોય ત્યાં સુધી બધું બરાબર ચાલે છે પણ જ્યારે સમસ્યા સમસ્યા બને ત્યારે પ્રશ્ન થાય છે.

        ફિલ્મ પુરુષ અભિનેતાના વસ્ત્ર પરિધાનની વાત કરીએ તો તેમણે જ પેન્ટ શર્ટ ની ફેશન પ્રચલિત થઈ હતી જેમકે અભિનેતાના સફેદ રંગના બૂટ ની વર્તમાનમાં પણ ફેશન જોવા મળે છે.

       ફિલ્મની અસર સ્ત્રીઓ પર અસર જોવા મળે છે જેમકે અભિનેત્રી સોટ કપડા પહેરે એટલે એની જેવા શોર્ટ કપડાં આજે છોકરીઓ પહેરતી થઈ છે જે શરમજનક બાબત છે અભિનેત્રીને પૈસા મળે એટલા માટે પહેરતી હોય છે.

સમાજ ઉપર અસર:-

       ફિલ્મ સમાજ પર અસર બે રીતે જોવા મળે છે. વિધાયક અને નિષેધક આ બંને અસર જોવા મળતી હોય છે.

          સામાજિક ફરીથી ઓ તથા પરંપરા તોડવાના ફિલ્મ અધિક ભૂમિકા નિભાવે છે સ્ત્રી વર્ગને સામાજિક ચેતના જગાડવામાં અને તેને સમાજ નો ઉપયોગ કે અંગના ગ્રુપના આગળ લાવવા ફિલ્મનું યોગદાન ભુલાય તેમ નથી આ ફિલ્મનો પ્રભાવ છે આજે સ્ત્રીઓ શિક્ષણ પ્રાપ્ત કરવામાં સફળ નીવડી છે. તેનું કારણ ફિલ્મની વિધાયક અસર છે.વાડાના બંધન માંથી બહાર આવવા લાગી છે. જૂની પરંપરાને તોડી આજે સ્ત્રી આગળ આવી છે પુરૂષોની સમોવડી બની છે ગાંધીજીએ માનતા હતા કે દેશનો વિકાસ કરવો હોય કોઈ એવા કાર્યો કરવાના હોય ત્યારે જોઈ સ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવે તો આપણને જરૂરી સફળતા મળે છે છોકરીઓ છોકરા ઓનું મહેનતાણું પ્રેમ પ્રેમ વિવાહ સમાજમાં અપરાધ ગણાતો હવે તે સમાજ ની કુર્તી બની ગઈ છે.

        સારી ફિલ્મોના માધ્યમથી લોકો ચેતના જગાડી સાથે સાથે સામાજિક કલ્યાણની ભાવના ને ચેક પરત નું મન માં સ્થાપિત કરી શકાય છે. ફિલ્મમાં મોટાભાગે સામાજિક પરિવર્તન આવે છે જેમકે મધર ઇન્ડિયા વગેરે,.....

       ફિલ્મમાં સમાજની વિવિધ સમસ્યાઓ ઉપર ઘણી ફિલ્મો બની છે. જેમાં સ્ત્રી ભૃણ હત્યા બળાત્કાર કુટુંબના ઝઘડા પ્રેમ વગેરે ફિલ્મ દ્વારા દર્શાવીને તેનું નિરાકરણ કરી રીતે કરી શકાય વગેરે દર્શાવી સમાજમાં પ્રસ્તુત કરવામાં આવે છે. શિક્ષણનું મહત્વ સમજાવતા પ્રસ્તુત કરવામાં આવે છે શિક્ષણનું મહત્વ સમજાવતી અને ફિલ્મમાં એક અશિક્ષિત મહિલાની વાત કરાઈ છે આ ફિલ્મમાં સમાજ અને સ્ત્રીઓ માટે અક્ષરજ્ઞાન નું શું મહત્વ છે તેની વાત સુંદર રીતે વર્ણવી છે.

    ફિલ્મની અસર નાના બાળકો ઉપર વધારે પડે છે જેમ કે ફિલ્મમાં વારંવાર ખૂન માર્કેટ ના દ્રશ્યો જોવા મળે છે એ બાળક તેના જીવન સાથે જ પ્રયોગ કરે છે અને તેના ભોગ બીજાએ બનવું પડે છે આ ફિલ્મની અસર સમાજ પર સારી અને નરસી બંને રીતે જોવા મળે છે.

ઉપસંહાર:-

       સમૂહ માધ્યમ તરીકે ચલચિત્ર ખૂબ લોકપ્રિય અને અસરકારક માધ્યમ છે. આ માધ્યમ દ્વારા સંદેશો સરળતાથી પહોંચી શકાય છે. વાત ને એવું સ્વરૂપ આપવામાં આવે છે. તેની સામે દ્રશ્ય પણ હોય છે એટલા લોકોમાં જલ્દીથી સમજી શકે છે. જ્યાં વાત તે સમજાય ત્યાં દ્રશ્ય કામ લાગી જાય છે કહેવાય છે કે સાંભળેલું જલદી યાદ રહેતું નથી. પણ કોઇ દ્રશ્ય દ્વારા સમજાવવામાં આવે તો જલદી યાદ રહી જાય છે એ કહેવત પ્રમાણે એક ચિત્ર હજાર શબ્દોની ગરજ સારે છે આ માધ્યમને અસરકારકતા પણ એટલી જ છે કે લોકો સરળતાથી સમજી શકે કારણ કે એ માટે તે ભણેલા-ગણેલા ને હોય ફક્ત જોઈએ અને સાંભળીને ગ્રહણ સારી રીતે કરે છે આજના જમાનામાં ચલચિત્ર નું મહત્વ ઓછું થતું જાય છે. કારણકે આજે કમ્પ્યુટર ઇન્ટરનેટ સંદેશાવ્યવહાર સેટેલાઈટ જેવી સુવિધા આપવાને કારણે ચલચિત્ર નું મહત્વ ઘટતું જાય છે.

Sunday, 18 July 2021

બી.કે ન્યુઝ દૈનિક

નામ :-  પ્રવિણજી સરતાનજી 
વિભાગ :- પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ 
રજીસ્ટ્રેશન નંબર : 12005212


                        બી.કે.ન્યુઝ દૈનિક

                          અહેવાલ

બી.કે ન્યુઝ દૈનિક, મુદ્રણ, પ્રકાશન અને તંત્રી :-   તપનભાઈ. પી જસવાલ 

એડ્રેસ :- ડીસા નાની આખોલ, તાલુકો- ડીસા, જીલ્લો- બનાસકાંઠા 38 55 30

 : 02744 226364
E-mail : bknewstapan@gmail.com

દૈનિકની શરૂયાત :-  15-08-2007

કોપી દિવસની :- 25000

બી.કે ન્યુઝ દૈનિક ની માહિતી માટે એકત્રિત કરેલા પ્રશ્નો:-

બી.કે ન્યુઝ દૈનિકના  તંત્રી અને સહતંત્રી કોણ છે ?

બી.કે ન્યુઝ દૈનિકમાં   કેટલાક કર્મચારીઓ કામ કરે છે ?

મુદ્રણ વિભાગમાં દૈનિકનું મુદ્રણ અહીં થાય છે કે કોઈ બીજી જગ્યાએ ? 

બી.કે ન્યુઝ દૈનિક કેટલા સમયથી ચાલે છે ?

બી.કે ન્યુઝ કેવી રીતે ચાલુ કરવામાં આવ્યું હતું ?

બી.કે ન્યુઝ દૈનિકની કેટલી કોપીઓ બહાર પડે છે ?

બી.કે ન્યુઝ દૈનિક ની અંદર કેવા પ્રકારના સમાચારો કે લેખો છપાય છે ?

બી.કે ન્યુઝ દૈનિક ની અંદર કયા સમાચારોને પ્રાધાન્ય આપવામાં આવે છે ?

બીકે ન્યુઝ વદ દૈનિક ની અંદર મોટાભાગે હેડલાઈન ક્યાં સમાચારની હોય છે ?

સમાચાર પત્રનુ સર્ક્યુલેશન કઈ રીતે કરવામાં આવે છે ?

બી.કે ન્યુઝ દૈનિકને  આટલા વર્ષોમાં દૈનિક ને કોઈ મુશ્કેલીઓ પડી છે કે જે ખાસ હોય ?

 મોટાભાગે એડ કેવી રીતે હોય છે માટે કેટલી જગ્યા અનામત હોય છે ?

 આ દૈનિકમાં  એડ માટે માર્કેટિંગ કઈ રીતે કરવામાં આવે છે ?

 આ બી કે ન્યુઝ દૈનિક  આટલા વર્ષોથી સમાચાર પત્ર વિશ્વસનીય છે એનું કોઇ ખાસ કારણ ?


      બી.કે ન્યુઝ દૈનિક એટલે બ્રોડ નોલેજ. બી.કે ન્યુઝ દૈનિક ના તંત્રી તપનભાઈ પી જસવાલ છે. હાલ બી.કે. ન્યુઝ દૈનિકમાં 12 કર્મચારી મુદ્રણ વિભાગમાં કામ કરે છે. બીકે ન્યુઝ દૈનિક નું પ્રકાશન ત્યાંજ થાય છે . બી.કે ન્યુઝ દૈનિકની જ્યારે શરૂયાત કરવામા આવી ત્યારે દૈનિક ની સાઈઝ ટેબલેટ સાઈઝ એક વર્ષ ચલાવવામાં આવી. જ્યારે જોવા જઈએ તો અત્યારે બીકે ન્યુઝ સૈનિકના આઠ પેજ ચાલે છે. બી.કે ન્યુઝ દૈનિકમાં જ્યારે તેની શરૂઆત કરવામાં આવી ત્યારે ખાલી કમ્પ્યુટર એકથી જ આ બીકે ન્યુઝ દૈનિક ચાલુ કરવામાં આવ્યું હતું અને ત્યારે બી.કે ન્યુઝ દૈનિકનું પ્રિન્ટિંગ પણ બહાર કરાવતા હતા. ત્યારે એક નાની ઓફિસથી ચાલુ કરવામાં આવ્યું હતું આ બીકે ન્યુઝ દૈનિક જ્યારે અત્યારે એક વિશાળ ઓફિસની અંદર બી.કે ન્યુઝ દૈનિક ચાલુ છે. અને પ્રિન્ટિંગ પણ ઓફિસની અંદર જ કરવામાં આવે છે. અત્યારે આ વિભાગ ની અંદર બાર કર્મચારીઓ કામ કરે છે અને એક દિવસની 25000 કોપી બહાર પાડે છે બીકે ન્યુઝ દૈનિક.


        બી.કે ન્યુઝ દૈનિક ની અંદર સમાચારો સત્યઘટના, સમસ્યાઓ અને અન્ય વિકલ્પો સમાચારો છપાય છે લેખો જનતા અને કઈ શીખવા મળે અને કંઈક જાણવા મળે તેવા છપાય છે. સારા કવિઓ અને લેખકોના લેખો પણ બીકે ન્યુઝ દૈનિકમાં છપાય છે.


   બી.કે ન્યુઝ દૈનિક ની અંદર પ્રથમ સમસ્યા અને ઘટનાઓને પહેલું પ્રાધાન્ય આપવામાં આવે છે.

     બી.કે ન્યુઝ દૈનિક ની અંદર મોટાભાગે હેડલાઈન ની અંદર સમસ્યા કે કોઈ ઘટના હોય તેને લેવામાં આવે છે.

      બી.કે ન્યુઝ દૈનિક નો સર્ક્યુલેશન નો પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલ ગાડી દ્વારા, એસ.ટી.ના પાર્સલ દ્વારા અને અમુક જગ્યાએ પોસ્ટ દ્વારા કરવામાં આવે છે.

    બી.કે ન્યુઝ દૈનિક ની અંદર બાર કર્મચારી ઓફિસ વર્ક અને પ્રિન્ટિંગ મશીન પર પાંચ કર્મચારીઓ કામ કરે છે.

     બી.કે ન્યુઝ દૈનિકના 2010 માં તંત્રી ઉપર કેસ થયો હતો. ત્યારે ઘણી મુશ્કેલીઓ પડી હતી અને તંત્રી સાચા અને નિર્દોષ હોવાથી છૂટી ગયા હતા. તે સમયે બી.કે ન્યુઝ દૈનિક પર ભારે અસર થઇ હતી.

બી.કે ન્યુઝ દૈનિક ની અંદર મોટાભાગે એડ કોમર્શિયલ  કે દુકાનો, ગવર્મેન્ટ એડ પછી બેસણું, શ્રદ્ધાંજલિ ,જાહેર નિવિદા અન્ય એડ હોય છે.

 એડ માટે 60% પેપર અનામત રાખી શકાય છે.

    બી.કે ન્યુઝ દૈનિક કુલ 8 પેજનું પેપર છે.જેમાં પહેલું અને છેલ્લુ પાનું કલર પ્રિન્ટ હોય છે જ્યારે  બાકીના અંદરના બ્લેક એન્ડ વાઈટ પેપર હોય છે.



     ગવર્મેન્ટ એડ ફુલ પેજની લઇ શકાય છે અને એડ માટે માર્કેટિંગ વાઇઝ, જીલ્લા વાઈઝ માર્કેટિંગ માટે અને રિપોર્ટિંગ માટે અલગ અલગ જિલ્લા વાઈઝ તાલુકા વાઈઝ પ્રતિનિધિ નીમવામાં આવે છે.

     જયારે બી.કે ન્યુઝ દૈનિકને 15 -8 -2007 થી ચાલુ કરવામાં આવ્યું હતું. અને બીકે ન્યુઝ પેપર ના તંત્રી વિરોધ પણ દૈનિક ની અંદર સમાચાર છાપામાં આવ્યા હતા. તેના કારણે બનાસકાંઠા જિલ્લામાં, પાટણ જિલ્લામાં અને ગાંધીનગર જિલ્લામાં આ બી.કે ન્યુઝ દૈનિક વિશ્વસનીય બન્યું છે.

   પેપર બનાવવાની રીત

       બી.કે ન્યુઝ દૈનિક ની અંદર સવારથી લઇને સાંજ સુધી પ્રતિનિધિઓ દ્વારા સમાચાર એકત્રિત કરવામાં આવે છે. અને આઠ પેજ તૈયાર થઈ ગયા પછી રાત્રે 10 વાગ્યા પછી પ્રિન્ટિંગ થાય છે. અને પ્રિન્ટિંગ થયા પછી ગામડા વાઈઝ તાલુકા વાઈઝ જીલ્લા વાઈઝ પાર્સલ તૈયાર કરવામાં આવે છે અને તેની ડિસ્પ્લે ગાડી, એસટી બસ દ્રારા પાર્શલ કરવામાં આવે છે અને જે શહેરોમાં કે ગામડાઓમાં દૈનિક મળતું ના હોય તે આ પોસ્ટ દ્વારા દરરોજ પહોંચતી કરવામાં આવે છે.


    પેપર ની અંદર એક પેજ 40 ઇન હોય છે તેમાં ૬૦ ટકા એડ માટે કવર કરી શકાય છે.


સમૂહ પ્રત્યાયના માધ્યમ તરીકે ચલચિત્ર

ચૌહાણ પ્રવિણજી સરતાનજી  સમૂહ પ્રત્યાયના માધ્યમ તરીકે ચલચિત્ર પ્રસ્તાવના :-           એક જમાનો એવો હતો જ્યારે પ્રચાર અને પ્રસાર માધ્યમોમાં ફ...